ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના છાત્રો ખુંદી રહયાં છે ગામો, જુઓ શું છે તેમનો ઉદ્દેશ

Update: 2021-06-01 11:02 GMT

દેશમાં કોરોનાનું વેકસીનેશન ચાલી રહયું છે ત્યારે લોકોને રસીકરણ અંગે જાગૃત કરવા માટે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના એનએએસ યુનિટના કેડેટસ તરફથી રસીકરણ સંદર્ભમાં ઝુંબેશ શરૂ કરાય છે. કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી અને એલડીસીપી એનએસએસ યુનિટના પોગ્રામ ઓફિસર સલમાન પટેલના માર્ગદર્શન હેઠળ ફાર્મસીના 64 વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયાં છે.

પગુથણ, ચાવજ, શુકલતીર્થ અને સાંસરોદથી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ ગામડાઓમાં ફરી વિદ્યાર્થીઓએ રસીકરણ અંગે લોકોને માહિતી આપી હતી તેમજ જેમની પાસે રસીકરણના રજીસ્ટ્રેશન માટે કોઇ સાધન નથી તેવા લોકોને રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એક જ દિવસમાં 150થી વધારે પરિવારોની મુલાકાત લઇ 100થી વધુ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. કોવીન પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરાવવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વધુ 15 ગામડાઓની મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Similar News