ભરૂચ : મનસુખ વસાવાએ કહયું, બુલડોઝર લઇને ચાર પીઆઇ મોકલો તે યોગ્ય નથી, જાણો શું છે ઘટના

Update: 2020-01-03 12:19 GMT

ભરૂચના પોલીસ હેડકવાટર્સ નજીક સાત પરિવારોના મકાનો તોડવા બાબતે સાંસદ મનસુખ વસાવા આકારા પાણીએ જોવા મળી રહયાં છે. તેઓ સાત પરિવારોનો પક્ષ લઇ કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યાં હતાં.

ભરૂચના પોલીસ હેડકવાટર્સ નજીક છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી રહેતાં સાત જેટલા પરિવારો ઘરવિહોણા બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિવારોનો પક્ષ લઇને સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ સામે મોરચો ખોલી નાંખ્યો છે. સાંસદ મનસુખ વસાવા કંપાઉન્ડ વોલ બનાવવામાં નડતરરૂપ થતાં મકાનો તોડી તેમાં રહેતાં લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ નડતરરૂપ મકાનો ન તોડવામાં આવે તેવી રજુઆત સાથે કલેકટર કચેરીએ પહોંચી ગયાં હતાં. જયાં તેમણે કલેકટર મોડીયાને રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું. અમારા પ્રતિનિધિ રાકેશ ચૌમાલે સાંસદ મનસુખ વસાવા સાથે ખાસ વાતચીત કરી હતી.

Similar News