ભરૂચ : આમોદમાં "માસ્ક ડ્રાઇવ" શરૂ, માસ્ક ન પહેરનારા સામે પોલીસની કાર્યવાહી

Update: 2020-06-19 11:06 GMT

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમોનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનરને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને તેમના તાબા હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવી છે.

કોરોના વાયરસ રોગના સંક્રમણને આગળ વધતો અટકાવવા સામાજીક અંતર અને મોઢ માસ્ક પહેરવું અનિવાર્ય બને છે. જેથી માસ્ક ન પહેરવાથી વાતચીત દરમ્યાન કે, સ્વાછોશ્વાસ, છીંક, ઉધરસના સમયે વાયરસ વધુ માત્રામાં ફેલાય છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામા અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ ગામે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ન પહેરનાર લોકો સામે વ્યક્તિ દીઠ 200 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવતા લોકડાઉનમાં છૂટછાટ બાદ માસ્ક વગર આમોદ શહેરના જાહેર વિસ્તારમાં ફરતા નજરે પડતા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags:    

Similar News