ઈતિહાસમાં પ્રથમ વખત ખળખળ વહેતી રેવાની થંભી રફતાર... ભરૂચ જૂના તવરામાં જળમાર્ગ બન્યો જમીન માર્ગ...!

Update: 2019-01-16 13:23 GMT

ભરૂચ તાલુકાના જૂના તવરાગામે નર્મદા નદી નામશેષ થતાં નર્મદા પ્રેમીઓ સહિત ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે. જૂના તવરા ની સામા કિનારે આવેલ પોતાના ખેતરે જવા હવે લોકો દ્વારા ટ્રેકટર, બાઇક, ગાડુ તેમજ ચાલતા જવાનું શક્ય બનતા તેમજ નાના બાળકો નદીના ખાબોચીયામાં રમતા નજરે પડતા નર્મદામાં ભરતી અને ઓટ આવવાના કરાણે તેને હજુ પણ જીવંત માની માંની જેમ પુજતા નર્મદા પ્રેમીઓમાં દુખની લાગણી ફેલાવા પામી છે.

સરકારની રાજકીય રમતોમાં બંન્ને કાંઠે વહેતી માં નર્મદા નામશેષ થવાના આરે આવીને ઉભી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે તો નર્મદા નદી નામશેષ થઈ ચૂકી છે. માત્ર પૂનમ અને અમાસના દિવસે આવતી દરયાઇ ભરતીના કારણે નર્મદા નદી હજુ જીવંત હોવાનો એહસાસ લોકોને થાય છે.જૂના તવરા ગામે નાના ભૂલકાઓ પણ તેના નાના ખાબોચિયાઓમાં રમતા અને તેના પાણીમાં છબછબીયા કરતા જોવા મળે છે. એક સમયે જયાં નાવડી કે બોતનો ઉપયોગ સામે કિનારે જવામાં કરાતો હતો. ત્યાં આજે ગ્રામજનો દ્વારા પોતાના ટ્રેકટર,રીક્ષા,ગાડું, બાઇક કે પગપાળા (ચાલતા) જતા નજરે પડે છે. માં નર્મદાના સાનિધ્યમાં સાધના કરતા અને આશ્રમો સ્થાપિત કરી રહેતા સંતો મહંતો દ્વારા પણ માં નર્મદામુદ્દે રાજરમત રમતા નેતાઓને તેના માટે જવાબદાર ગણાવી આક્ષેપો કર્યા હતા. શિયાળમાં જો નર્મદાની આટલી દયનીય હાલત હોય તો આગામી ઉનાળામાં તો માત્ર રેતીનો પટ રહી નર્મદા નામશેષ બની જશે તો નવાઇ નહીં.

ઉલ્લેખનીય છે કે માં નર્મદાના નામે રાજકિય રોટલા શેકતા નેતા શિત નર્મદાને પુનર્જિવિત કરવા મથતી સંસ્થાઓ દ્વારા નર્મદા મુદ્દે આંદોલનો, રજૂઆતો કરાય છે કે પછી મારૂં શું અને મારે શુંની નિતી અપનાવાય છે તે તો આવનારા દિવસો જ બતાવશે.

Tags:    

Similar News