ભરૂચ : નેત્રંગમાં 542 કર્મચારીઓને EVM અંગે તાલીમ આપવામાં આવી

Update: 2021-02-06 12:19 GMT

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ સંદર્ભમાં વહીવટીતંત્ર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે નેત્રંગ મામલતદાર કચેરી તેમજ ચુંટણી શાખાના ઉપક્રમે કર્મચારીઓ માટે ચુંટણીલક્ષી તાલીમ યોજવામાં આવી હતી.

નેત્રંગની ભકત હાઇસ્કુલના સાંસ્કૃતિક હોલમાં કર્મચારીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૪૨ જેટલા કર્મચારીઓને ઇવીએમ મશીન સહિતની તાલીમ આપવામાં આવી હતી. નેત્રંગ તાલુકા પંચાયત ની ૧૬ બેઠકો માટે તેમજ ભરૂચ જિલ્લા પંચાયતની ૩બેઠકો માટે આગામી તા ૨૮ ફેબ્રુઆરીના રોજ ૮૯ મતદાન મથકોએ થનાર મતદાન માટેચુટણી લક્ષી કામગીરી માટે કર્મચારીઓને તાલીમથી સજજ કરવામાં આવી રહયાં છે. ચુંટણીની કામગીરીમાં સામેલ કર્મચારીઓને સમગ્ર ચુંટણી સંચાલનની કામગીરીની તાલીમ પાવર પોઇન્ટ પ્રઝેનેશનથી આપવામાં આવી હતી. જીલ્લા પંચાયતના રીટર્નિંગ ઓફીસર એ,જી,પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ શિબિરમાં હાજર રહયાં હતાં.

Tags:    

Similar News