ભરૂચ : કાંટીપાડાથી વડપાન ગામ સુધીનો ૩ કિ.મી. રસ્તો આઝાદીના ૭૩ વષૅથી બન્યો નથી

Update: 2020-02-26 10:42 GMT

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના સાતપુડા ડુંગરના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામના પાટીયા પાસેથી વડપાન-ફોકડી ગામને જોડતો રસ્તો આવેલ છે, જે નેત્રંગ-રાજપારડી રોડને જોડે છે. ડુંગરાળ અને આજુબાજુ ખેતીવાડી વિસ્તાર હોવાથી રાહદારીઓ મોટેભાગે પગદંડીનો જ સહારો લેવો પડે છે.

ચોમાસામાં ભારે વરસાદી પાણીના કારણે આ રસ્તો બંધ થઇ જતાં લોકોને અવરજવર કરવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે, જેમાં એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૩ વષૅ પછી પણ આ રસ્તાનું નિમૉણકાયૅ કરાયું નથી, અને જવાબદાર લોકો ધ્વારા પછાત અને અંતરિયાળ વિસ્તારને સતત અન્યાય કરવામાં આવે છે, તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા . આઝાદીના સાત દાયકા કરતાં વધુ સમય પસાર થવા છતાં રસ્તાનું નિમૉણની કામગીરી નહીં થતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

આગામી ટુંક

સમયમાં આ રસ્તાની નિમૉણની કામગીરી થાય તેવી લોકમાંગ છે, જ્યારે આ રસ્તાનું નિમૉણ થવાથી બસ, મોટરસાઈકલ અને

નાના-મોટા માલધારી વાહનો બારોબાર નેત્રંગ ગામમાં પ્રવેશ કયૉ વગર રાજપારડી, ઝઘડીયા, અંકલેશ્વર પસાર

થઇ શકે છે. જ્યારે બાયપાસ રોડ તરીકે ઉપયોગ થવાથી નેત્રંગ

ચારરસ્તા ઉપર વાહનનું ભારણ ઘટશે, અને ટ્રાફિકજામની સમસ્યા પણ હળવી બનશે,તેવું લોકમુખે ચચૉનો વિષય બન્યો છે.

Similar News