ભરૂચ : અંકલેશ્વરમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

Update: 2020-02-01 12:34 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્યના સહકાર

મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોષણ

અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળ તંદુરસ્તી અને વાનગી હરીફાઈના લાભાર્થીઓને

ઇનામ અને પાલક માતા-પિતાને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા પોષણ અભિયાનના કાર્યક્રમ અન્વયે

અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન બાળકો દ્વારા પોષણ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અન્નપ્રાસન દિનની ઉજવણી, ટીએચઆર વિતરણ, વાનગી હરિફાઈ-બાળ

તંદુરસ્તી હરીફાઈ, ઈનામ વિતરણ તથા પાલક માતા-પિતાને

પ્રમાણપત્રોને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે એનાયત કરી સન્માનિત

કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું

હતું કે, ગુજરાતને પોષણમુક્ત બનાવવા જે જનઆંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તેમા આપ સૌ ભાગીદાર બનો તેવી અપેક્ષા રાખું

છું. દરેક વ્યક્તિ પાલક માતા-પિતા બને અને અઠવાડિયામાં

એક વાર તે બાળકની આંગણવાડી કેન્દ્ર ખાતે જઈ તેની તપાસ કરે તથા દરેક બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તે પણ ખાસ જોવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નગરપાલિકા પ્રમુખ

દક્ષા શાહ, સંદીપ પટેલ, ચેતન ગોળવાલા

સહીતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં અંકલેશ્વરના નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News