ભરૂચ : ગુરૂપુર્ણિમાના પાવન અવસરે ભકતોએ ગુરૂના ચરણોમાં નમાવ્યું શિશ

Update: 2020-07-05 09:23 GMT

ભરૂચ સહિત સમગ્ર રાજયમાં ગુરૂપુર્ણિમાના પાવન દિવસની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભકતોએ આશ્રમો તેમજ મંદિરો ખાતે પહોંચી સોશિયલ ડીસ્ટન્સ જાળવી તેમના ગુરૂના આર્શીવાદ મેળવ્યાં હતાં.

દરેક વ્યકતિના જીવનમાં કોઇને કોઇ ગુરૂ હોય છે અને તેમના આર્શીવાદથી તે વ્યકતિનો બેડો પાર થતો હોય છે. ગુરૂની આરાધના કરવાનો ઉત્તમ દિવસ એટલે ગુરૂપુર્ણિમા. જીવનના સાચા પથદર્શકના ચરણોમાં શિશ ઝુકાવી તેમના આર્શીવાદ ગુરૂપુર્ણિમાના દિવસે લેવામાં આવતાં હોય છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે મંદિરો અને આશ્રમોમાં લોકોની ભીડ એકત્ર કરવા સુચના આપવામાં આવી છે. મર્યાદિત લોકોને મંદિર તેમજ આશ્રમમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં આવેલાં દત્તાત્રેય મંદિરમાં બિરાજમાન પ્રભુને નવા વાઘા પહેરાવી શણગાર કરવામાં આવ્યો હતો. દર્શન માટે આવેલાં ભકતોના શરીરનું તાપમાન માપ્યા બાદ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવીને તેમણે ભગવાનના દર્શન કર્યા હતાં. ભરૂચ, અંકલેશ્વર સહિત રાજયના વિવિધ શહેરોમાં પણ ગુરૂપુર્ણિમાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પોતાના ગુરૂના આર્શીવાદ મેળવી ભકતોએ ધન્યતા અનુભવી હતી. 

Tags:    

Similar News