ભરૂચ-પાલેજના વેપારી સાથે ૧.૭૭ લાખની છેતરપિંડી : ત્રણ સામે ફરિયાદ

Update: 2018-09-23 08:04 GMT

કપાસિયાની ખોળ ભરેલી ૨૦૦ બોરી ખરીધી કર્યા બાદ રૂપિયા નહીં ચુકવ્યા

પાલેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પારસમણી ઓઇલ મીલના સંચાલકને ત્રણ ગઠિયાઓએ ૧.૭૭ લાખનો ચૂનો ચોપડ્યો હતો. ગઠિયાઓ પાસેથી કપાસિયાની ખોળ ભરેલી ૨૦૦ બોરી ખરીધી કર્યા બાદ રૂપિયા નહીં ચુકવતાં ૩ ઇસમો વિરૂદ્ધ પાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલાં નિલકંઠ નગર ખાતે રહેતાં રાકેશ માણેકલાલ મોદીની પાલેજ જીઆઇડીસી ખાતે પારસમણી ઓઇલ મીલ આવેલી છે. ગત એપ્રિલ મહિનામાં તેઓ તેમની મીલ પર હતાં. તે વેળાં સમીર ઉર્ફે સિરાજ, મેહૂલ ભરવાડ તેમજ ચેતન ભરવાડ નામના ત્રણ શખ્સો આવ્યાં હતાં. તેમણે તેમની મીલમાંથી કપાસિયાના ખોળ ખરીધવાના હોઇ તેમણે રૂપિયા ૧.૦૭ લાખ રૂપિયાનો ચેક આપી ૧૨૦ બોરી કપાસના ખોળની ખરીધી કરી હતી. જે બાદ બીજા દિવસે તેઓ પરત આવ્યાં હતાં અને તેમના ટેમ્પોમાં કુલ 70 હજાર ઉપરાંતની કપાસિયા ખોળની ૮૦ બેગ ભરાવી હતી. બાદમાં તેઓ ત્રણેય નજર ચુકવી ટેમ્પો લઇ જતાં રહ્યાં હતાં. ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓ દ્વારા રૂપિયા આપવામાં ગાળિયું કાઢતાં હતાં. બીજી તરફ તેમનો ૧.૦૭ લાખનો ચેક પણ બાઉન્સ થઇ ગયો હતો. જેના પગલે તેમણે કોર્ટ કેસ કર્યાં બાદ બનાવ સંદર્ભે પાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી

Tags:    

Similar News