ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે ફાફડા- જલેબી ખરીદવા લોકો ઉમટયાં, દુકાનો પર જામી ભીડ

Update: 2020-10-25 08:13 GMT

ફાફડા અને જલેબીની જયાફત વિના દશેરા પર્વની ઉજવણી અધુરી ગણાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચવાસીઓ કરોડો રૂપિયાની કિમંતના ફાફડા અને જલેબી આરોગી ગયાં હતાં. કોરોના વાયરસના કહેર વચ્ચે પણ દુકાનો પર ગ્રાહકોની કતાર લાગી હતી.

દશેરાના દિવસે ભગવાન શ્રીરામએ રાવણનો વધ કરી વિજય મેળવી હતી. તેની ખુશીમાં  લોકોએ શ્રીરામને ભાવતી શાશ્કુલી જેને આપણે  બધા જલેબીના નામથી ઓળખીએ છીએ. અસત્ય પર સત્યના વિજયની ખુશીમાં લોકોએ  શાશ્કુલી(જલેબી) નગરમાં વહેંચી હતી. ત્યારથી જ લોકોએ  જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. કોરોના કાળ માં બધા તહેવાર ફિકા જણાઈ રહ્યા છે ત્યારે નવરાત્રિ બાદ દશેરામાં રાવણ દહનના કાર્યક્રમ પણ મોકુફ રાખવાની સરકારી ગાઇડ લાઇનને લઈને લોકોમાં નિરાશા જોવા મળી રહી છે ભરૂચ જિલ્લા માંવિવિધ જગ્યાએ રાવણ દહનના કયા કાર્યક્રમો રદ્ થતાં દશેરાનો તહેવાર સાદગીથી લોકો મનાવી રહ્યા છે. રવિવારના રોજ દશેરાના દિવસે ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં ચહલપહલ વધી ગઇ હતી. ખાસ કરીને વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા લોકો બજારોમાં ઉમટી પડયાં હતાં. ફરસાણની દુકાનોની સાથે ફાફડા અને જલેબીનું વેચાણ કરતી હંગામી દુકાનો પણ ખુલી હતી. લોકોએ ફાફડા અને જલેબી આરોગી દશેરાના પર્વની ઉજવણી કરી હતી.

Tags:    

Similar News