ભરૂચ : સસ્તા અનાજની દુકાનો બંધ કરવા ગયેલા સંચાલકોની પોલીસે કરી અટકાયત

Update: 2020-04-07 12:52 GMT

રાજય સરકારે કાર્ડધારકોને વિનામુલ્યે અનાજ આપવાની કરેલી જાહેરાત બાદ કાર્ડધારકો સાથે થતી તકરારના કારણે દુકાન સંચાલકોમાં રોષ ફેલાયો છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે રાજીનામા આપવા આવેલાં દુકાન સંચાલકોની પોલીસે કલમ- 144ના ભંગ બદલ અટકાયત કરી લીધી હતી.

કોરોના વાયરસના સંદર્ભમાં હાલ લોકડાઉન ચાલી રહયું છે ત્યારે રાજય સરકારે પહેલી એપ્રિલથી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજ આપવાની શરૂઆત કરી છે. આ વિતરણ વ્યવસ્થામાંથી એપીએલ કાર્ડધારકોને બાકાત રાખવામાં આવ્યાં છે. ભરૂચમાં સસ્તા અનાજની દુકાનો પર કાર્ડધારકોની કતાર લાગે છે પણ તેમાં એપીએલ કાર્ડ ધારકો પણ હોવાથી દુકાન સંચાલકો સાથે તકરારના બનાવો બની રહયાં છે.

આ સમસ્યાના કારણે ભરૂચની સસ્તા અનાજની દુકાનના સંચાલકો મંગળવારના રોજ કલેકટર કચેરી ખાતે સામુહિક રાજીનામા આપવા માટે પહોંચ્યાં હતાં. પણ તેઓની કલમ -144 ના ભંગ બદલ અટકાયત કરી લેવામાં આવતાં મામલો બિચકયો હતો.

Similar News