ભરૂચ : પોલીસ કર્મીઓને કોરોના વાયરસ નહિ પણ લાગે છે “ધુળ” નો ડર, જુઓ કેમ

Update: 2020-02-27 11:24 GMT

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલાં નંદેલાવ બ્રિજના ખસ્તાહાલના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. બીજી તરફ રસ્તો બનાવવાની કામગીરીથી ઉડતી ધુળથી પરેશાન પોલીસના કર્મચારીઓને માસ્ક પહેરીને ફરજ બજાવવાની ફરજ પડી છે.

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે ભારતમાં પણ સલામતીના પગલાં ભરવામાં આવી રહયાં છે. ભારતમાં પણ લોકો ચેપથી બચવા માટે મોઢે માસ્ક પહેરી રહયાં છે. આપ આપના સ્ક્રીન પર જે દશ્યો જોઇ રહયાં છો તે ભરૂચની એબીસી ચોકડીના છે. પોલીસના જવાનો મોઢે માસ્ક બાંધીને ટ્રાફિક નિયંત્રણ કરી રહયાં છે. મોઢે માસ્ક બાંધેલા પોલીસ કર્મચારીઓને કોરોના વાયરસનો ડર નથી પણ તેઓ ધુળથી બચવા માટે માસ્ક પહેરી છે. તમે બરાબર સાંભળ્યું… તેમને કોરોના વાયરસનો ભય નથી પણ ભય છે રોડ પર ઉડતી ધુળનો.. દહેજ બાયપાસ રોડની કામગીરી દરમિયાન ઉડતી ધુળથી બચવા માટે તેઓ માસ્ક પહેરી ફરજ બજાવી રહયાં છે.

હવે વાતત કરવામાં આવે દહેજ બાયપાસ રોડની તો…નર્મદા ચોકડીથી દહેજ ચોકડી સુધીના બાયપાસ રોડનું વિશ્વબેંકના સેફ કોરીડોર અંતર્ગત નવીનીકરણ કરવામાં આવી રહયું છે. ચોમાસા દરમિયાન ભરૂચથી દહેજ સુધીના ફોરલેન રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકોની હાલત દયનીય બની હતી. દહેજ બાયપાસ રોડ પર આવેલો નંદેલાવ ફલાયઓવર વર્ષોથી ખખડધજ હાલતમાં રહેલો છે. બ્રિજના સુચારૂ રીપેરીંગના બદલે સિમેન્ટના બ્લોક નાંખી લીપાપોથી કરવામાં આવે છે. ભારદારી વાહનોની સતત અવરજવરના કારણે બ્લોક ટકી શકતાં નથી અને રસ્તો ફરીથી બિસ્માર બની જાય છે. હાલ બ્રિજના સળિયા દેખાઇ રહયાં હોવાથી વાહનચાલકોને વાહનોના ટાયરો ફાટી જવાનો ડર સતાવી રહયો છે.

Similar News