ભરૂચ: પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ,964 બૂથ પર 2 લાખથી વધુ બાળકોને રસીના 2 ટીંપા પીવડાવાયા

Update: 2021-01-31 07:09 GMT

આજથી સમગ્ર રાજ્ય સહિતના ભરૂચ જીલ્લામાં પ્લસ પોલીસયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીંપા પીવડાવવામાં આવ્યા હતા

રાજ્ય સરકાર અને ભરૂચ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૩૧ મી જાન્યુઆરીથી સઘન પલ્સ પોલીયોની રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જીલ્લામાં બનાવાયેલ કુલ 964 બૂથ પર શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલીયો રસીના બે ટીંપા પીવડાવવામાં આવ્યા હતા. ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા ૩,૮૭,૦૦૦ ઘરોને આવરી લઈ  ૨,૨૩,૧૬૪ જેટલાં બાળકોનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે કોવિડ-19ની ગાઈડ લાઇન અનુસાર પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

Tags:    

Similar News