ભરૂચઃ RSS દ્વારા વિજયા દશમીની ઉજવણી નિમિત્તે યોજાયું પથસંચલન

Update: 2018-10-19 10:24 GMT

વિજયા દશમીનાં દિવસે અલગ અલગ ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ ખાતે આજરોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં નર્મદા ઉપનગર દ્વારા આજરોજ વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે દિવસ દરમિયાન ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ પથ સંચલન કરવામાં આવ્યું હતું. આ પથ સંચલનમાં શિસ્તબધ્ધ રીતે માર્ગ ઉપર નીકળેલા સ્વયંસેવકોનું માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="RSS-Bharuch" ids="69615,69616,69617,69618,69619,69620,69621"]

બાદમાં વિવિધ શાખાઓ દ્વારા પ્રાત્યક્ષિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કાર્યક્રમોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. નિદર્શન પૂર્ણ થયા બાદ બૌધિકનો કાર્યક્રમ યોજાયો હતો. શક્તિનાથ સ્થિત મનીષાનંદ સોસાયટી ખાતે પણ આવો જ કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ભરૂચ જિલ્લા સંઘ ચાલક કિરણ જોષીએ બૌધિક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આજે અધર્મ ઉપર ધર્મના વિજયનું પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે હિન્દુત્વનાં આધાર પર સૌ કોઈ કાર્ય કરે. સમાજને એકત્રિત થઈ રાષ્ટ્ર કાર્ય માટે આગળ આવે અને સંઘ કાર્યમાં પ્રત્યક્ષ જોડાય. હિન્દુત્વ એ એક સમાવેશક છે. દરેકને સાથે લઈ રાષ્ટ્રકાર્યમાં જોડાવાની સાથે સર્વ ધર્મ સમભાવ, બંધુતાથી સમાનતા કેળવવી અને જાતિવાદ-પ્રાંતવાદથી દૂર રહેવા આ તબક્કે તેમણે આહવાન કર્યું હતું.

Tags:    

Similar News