ભરૂચઃ ઉમલ્લા બજારમાં આવેલ રેલ્વે ફાટક રિપેરિંગ અર્થે બે દિવસ રખાશે બંધ

Update: 2020-06-29 11:28 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે મુખ્ય બજારમાં આવેલ રેલ્વે ફાટક નં.૪૩ તા.૩૦ જુન મંગળવારના સવારના આઠ વાગ્યા થી તા.૧ જુલાઇ બુધવાર સાંજના છ વાગ્યા સુધી રિપેરિંગ માટે બંધ રાખવામાં આવશે.

રાજપારડી ખાતે પશ્ચિમ રેલ્વેની ઓફિસમાંથી મળેલ યાદીમાં જણાવાયા મુજબ અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ફાટકોનું મેન્ટેનન્સ ચાલી રહ્યુ છેપાણેથા વેલુગામ તરફ જવાવાળા વાહનો બે દિવસ આ ફાટક પરથી પસાર થઇ શકશે નહિં. આ દરમિયાન વાહનોને લેવલ ક્રોસીંગ નંબર ૪૬ ‌અને એલ.એચ.એસ.નંબર ૬૩ એ, ૬૭ એ પર ડાયવર્ટ કરાયા છે.ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ટ્રેક અને ફાટકોના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોઇ તે અંતર્ગત રેલ્વે કાર્યાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Similar News