ભરૂચ : વાલીયા પંથકમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ, વિઝિબીલીટી શુન્ય પર પહોંચી

Update: 2021-01-12 08:59 GMT

ભરૂચ જિલ્લામાં પર્વતો અને જંગલોની વચ્ચે આવેલાં નેત્રંગ અને વાલિયા પંથકમાં કમોસમી વરસાદ બાદ હવે ધુમ્મસથી લોકો પરેશાન થઇ રહયાં છે. વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ઝીરો વિઝિબીલીટીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલીયા તાલુકામાં જંગલો તેમજ પર્વતો આવેલાં છે જેના કારણે વાતાવરણમાં થતા બદલાવની સૌથી વધુ અસર ત્યાં જોવા મળે છે. બે દિવસ અગાઉ નેત્રંગમાં સમી સાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે તાપમાનનો પારો ગગડી ગયો હતો. કમોસમી વરસાદના મારથી ખેડુતો બેઠા થાય તે પહેલાં આકાશમાંથી વધુ એક આફત આવી છે.

મંગળવારે વહેલી સવારે વાલીયા પંથકમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ધુમ્મસથી ઝીરો વિઝિબીલીટી થઇ જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી. ધુમ્મસના પગલે વાહનોને ધીમી ગતિથી ચલાવવાની ફરજ પડી હતી. થોડા કલાકો બાદ સુર્યનારાયણના દર્શન થતાં ધીમે ધીમે ધુમ્મસ ગાયબ થઇ ગયું હતું અને જનજીવનની ગાડી પાટા પર આવી ગઇ હતી.

Tags:    

Similar News