ભરૂચ : જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખને કયાં કોંગ્રેસના નેતાએ આપી ધમકી

Update: 2020-11-22 12:23 GMT

ચુંટણીઓ બાદ થતું વેર વર્ષો સુધી ચાલતું હોય છે અને આવી જ ઘટના ભરૂચ જિલ્લામાં બની છે. ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ તેમને કોંગ્રેસના કરજણ બેઠકના હારેલા ઉમેદવાર કીરીટસિંહ જાડેજાએ ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવ્યો છે….

કરજણ વિધાનસભા બેઠક પરથી ચુંટાયેલાં કોંગ્રેસના અક્ષય પટેલે રાજયસભાની ચુંટણી પહેલાં રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં સામેલ થઇ ગયાં હતાં. તાજેતરમાં યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપે અક્ષય પટેલને ટીકીટ આપી હતી. અક્ષય પટેલને જીતાડવા માટે ભરૂચ અને વડોદરા જિલ્લાના સંગઠને ભારે મહેનત કરી હતી. બીજી તરફ કોંગ્રેસે એક સમયે અક્ષય પટેલના ખાસ માણસ ગણાતા અને રાજપુત અગ્રણી કીરીટસિંહ જાડેજાને ટીકીટ આપી હતી. ચુંટણીમાં કીરીટસિંહ જાડેજાનો અક્ષય પટેલ સામે પરાજય થયો હતો. પરાજય બાદ કીરીટસિંહ જાડેજાએ મારૂતિસિંહ અટોદરીયાને સોશિયલ મીડીયાના માધ્યમથી ધમકી આપી હોવાની વિગતો બહાર આવી છે. આવો સાંભળીએ મારૂતિસિંહ અટોદરીયા શું કહી રહયાં છે….

કહેવાય છે કે રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત નથી હોતું અને કોઇ કાયમી દુશ્મન નથી હોતું. કીર઼ીટસિંહ જાડેજાએ આપેલી ચેલેન્જનો મારૂતિસિંહે સ્વીકાર કર્યો છે ત્યારે બંને નેતાઓ વચ્ચે બંધાયેલું વેર આગામી દિવસોમાં કેવો રંગ લાવે છે તે જોવું રહયું….

Tags:    

Similar News