અંકલેશ્વર: 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે નરાધમને ફટકારી આજીવન કેદની સજા

સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી

Update: 2024-05-09 11:23 GMT

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી

ગત તારીખ-12-8-2010માં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ઘરની બાજુમાં રમતી 12 વર્ષીય બાળકીને બાજુમાં રહેતો મૂળ યુપીનો રોહિત શંભુ ઠાકુરે લસણ ફોલવાનુ કહી બાળકીને ચોકલેટ માટે ૧૦ રૂપિયા આપવાની લાલચ આપી પટાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચારવાની કોશિશ કરી તેણીનું મોઢુ દબાવી રાખી તરફડીયા મારતી બાળકી દરવાજા તરફ નહીં ભાગે તે માટે તેના બન્ને પગ દોરીથી બાંધી રાખી ફરી ત્રીજી વાર પગે બાધેલી દોરી છોડી બળજબરી પૂર્વક બળાત્કારની કોશીષ કરેલ તે સમયે કોઈક દરવાજો ખખડાવતા આરોપીએ સગીરાનું ગળુ દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.આ અંગે બાળકીનો માતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે આરોપી રોહિત શંભુ ઠાકુર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોકસો,બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસ અંકલેશ્વરના એડીશનલ એન્ટ ડીસ્ટ્રિક્ટ સેસન્સ જજ કાલોતરા સાહેબની કોર્ટે સમક્ષ ચાલી જતાં આરોપી વિરૂધ્ધ બળાત્કાર, અપનયન અને અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યારચાર અને શોષણનો ગુનો સાબિત થતા જીલ્લા સરકારી વકીલ પરેશ બી.પંડયાની દલીલોને ગ્રાહય રાખી અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી ૧ લાખની રકમ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો.

Tags:    

Similar News