અંકલેશ્વર : ઘરડાં કેમિકલ્સ અને જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રવિદ્રા ગામે યોજાયો મેડિકલ કેમ્પ..!

રવિદ્રા ગામ ખાતે ઘરડાં કેમિકલ્સ-પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-12-23 11:44 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામ ખાતે ઘરડાં કેમિકલ્સ-પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ પાનોલી જીઆઇડીસી ખાતે આવેલી ઘરડાં કેમિકલ કંપની દ્વારા જુના રવીદ્રા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદોને નિઃશુલ્ક તપાસ કરી દવા આપવામાં આવી હતી. આ સાથે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મોતિયાની સર્જરી પણ કરવામાં આવનાર છે. આ કેમ્પમાં રવિદ્રા, પાનોલી, કરમાલી, આલુંજ, ઉમરવાડા ઘોડાદ્રા વગેરે જેવા આજુબાજુના ગામના લોકોએ આંખની તપાસ, હાડકાની તપાસ, કેન્સર, સામાન્ય તકલીફો તેમજ જનરલ સર્જરીને લગતી તકલીફોનું ચેકઅપ કરાવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખો, હાડકા, કેન્સર, સ્ત્રી રોગ, જનરલ ફિજિશ્યન અને જનરલ સર્જન ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાંત તબીબો દ્વારા તમામ પ્રકારના રોગોની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘરડા કેમિકલ્સના CSR હેડ ગોપાલ રાઠવા, રવિદ્રા ગામના છાયા પટેલ, સલીમ વડિયા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News