અંકલેશ્વર : મોંઘીદાટ બાઈક લેવાના ચક્કરમાં લબરમૂછિયાએ કરી જૂની દિવી ગામના મકાનમાં ચોરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયાના બંધ મકાનને નિશાન બનાવનાર લબરમૂછિયાને પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-05-24 12:10 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયાના બંધ મકાનને નિશાન બનાવનાર લબરમૂછિયાને પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 11મી મેના રોજ અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં રહેતા રંજનબેન નરેન્દ્રસિંહ રણા પોતાનું મકાન બંધ કરી કોસંબા ખાતે પૌત્ર સાથે વેકેશન ગાળવા ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં મકાનમાં રહેલ રોકડ રકમ 7 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 61 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે મકાનમાં થયેલી ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, આ મામલે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી એક લબરમૂછિયાને રોકડ રકમ અને ઘરેણાં સહિતના મુદ્દામાલ સહે ઝડપી પાડ્યો હતો. પોલીસે લબરમૂછિયાની પૂછપરછ કરતાં મોંઘીદાટ બાઈક લેવાના ચક્કરમાં ચોરીની ઘટનાને આંજામ આપ્યો હોવાનું જણાવ્યુ હતું.

Tags:    

Similar News