અંકલેશ્વર : ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી છેતરપિંડી આચારતા 3 ઈસમોની અટકાયત, 31 વાહનો રિકવર

શહેર બી’ ડિવિઝન પોલીસે ખેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કરવા સાથે કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2024-04-04 10:26 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ખેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કરવા સાથે કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહા નિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ (વડોદરા) તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ વિ.કે.ભુતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકના ગુન્હાના આરોપીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે વાહનો ભાડે રાખવાના બહાને ફરિયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી દઈ છેતરપિંડી આચારતા હતા, ત્યારે લોકો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જાવીદ ગુલામ હુસેન શેખ અને ફૈઝાન જાવીદ ગુલામ હુસેન શેખ સહિત અન્ય આરોપી ધર્મેશ પટેલની અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે 2 ઇકો કાર અને એક સ્વીફ્ટ કાર મળી કુલ 31 વાહનો રિકવર કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News