અંકલેશ્વર : શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે LCB પોલીસે કરી એક ઈસમની ધરપકડ, રૂ. 10.05 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ LCB પોલીસે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-07-10 11:53 GMT

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ અલગ જીઆઇડીસીમાં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટને નદી-નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ LCB પોલીસને સૂચના આપવામાં આવી હતી.

જેના આધારે LCBના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ચૌહાણ તથા તેમની ટીમ સાથે અંકલેશ્વર નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પર સુરતથી ભરૂચ તરફ જતા રોડ પર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટેન્કર નં. જીજે-૦૭-વાયઝેડ-૧૭૬૬માં શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ પરથી ૨૮ હજાર લીટર કેમીકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કેમીકલ વેસ્ટનો જથ્થો અને રૂપિયા ૧૦ લાખનું ટેન્કર મળી ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ હીરાપુરા ખાતે રહેતા ઈસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News