અંકલેશ્વર : મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા 20મો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો...

કોરોના મહામારીના કારણે વર્ષ 2020 તથા 2021ના વર્ષમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ન હતો

Update: 2022-08-01 12:32 GMT

મોઢ ઘાંચી સમસ્ત પંચ, અંકલેશ્વર દ્વારા સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓને ટ્રોફી, ડોકયુમેન્ટ ફાઇલ તથા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના કારણે વર્ષ 2020 તથા 2021ના વર્ષમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ન હતો. જેથી મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા આજરોજ સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. સન્માન સમારોહ દરમ્યાન સમાજની તેજસ્વી વિદ્યાર્થીની ડીન્કી અમદાવાદી 2022માં CBSE ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 500/499 ગુણ સાથે ભારતભરમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી સમાજનું નામ રોશન કરતાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ડીન્કી અમદાવાદી તેનો ઉચ્ચ અભ્યાસમાં CA કરી રહી છે. આ ઉપરાંત 2020માં ભરૂચ જિલ્લામાં પ્રથમ આવનાર ભવ્ય ગાંધી અને તરંગ મોદીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભવ્ય ગાંધી હાલ મેડિકલનો અભ્યાસ, જ્યારે તરંગ મોદી IIT કાલીકટ (કેરાલા) ખાતે અભ્યાસ કરી રહ્યા છે. આ સન્માન સમારોહમાં કુલ 200 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન પ્રમુખ સુરેશ ગાંધીએ કર્યું હતું. આ અવસરે સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાજીના નિર્માણ પામી રહેલા નવા મંદિર અંગે પણ માહિતી આપી હતી.

સાથે જં મંદિર માટે જમીનનું દાન આપનાર દાતાઓ તથા અન્ય મોટું દાન આપનાર દાનવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સભા સંચાલન અને આભાર વિધિ વિરલ ચોક્સી તથા ચેતન ગોળવાલાએ કરી હતી.

Tags:    

Similar News