અંકલેશ્વર : પાલિકાની સામાન્યસભામાં 48 ઠરાવો મંજુર, વિપક્ષના વિરોધથી સભામાં ઉહાપોહ

નગરપાલિકાની સામાન્યસભા તોફાની બની, વિપક્ષના સભ્યોએ અમુક ઠરાવો સામે કર્યો વિરોધ.

Update: 2021-07-31 13:08 GMT

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્યસભામાં શાસક અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયાં હતાં. વિપક્ષના સભ્યોના વિરોધ વચ્ચે બોર્ડમાં રજુ કરાયેલાં 48 ઠરાવોને મંજુરી આપી દેવામાં આવી છે.

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્યસભા શનિવારના રોજ મળી હતી. પાલિકા પ્રમુખ વિનય વસાવાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્યસભામાં 48 ઠરાવો રજુ કરવામાં આવ્યાં હતાં. નગરપાલિકાના શાસકો વિકાસના કામોમાં જરૂરી કાર્યવાહી કર્યા વિના જ કોન્ટ્રાકટ આપી દેતાં હોવાનો આક્ષેપ વિપક્ષના સભ્ય રફીક ઝગડીયાવાલાએ કર્યો હતો. આવો સાંભળીએ રફીક ઝગડીયાવાલાનું શું કહેવું છે.

નગરપાલિકાની સામાન્યસભામાં રજુ થયેલાં 48 ઠરાવોને બહુમતીથી મંજુર કરાવી દેવામાં આવ્યાં છે. સામાન્યસભાની મહત્વની બાબત એ રહી હતી કે, નગરપાલિકાને ભુતકાળમાં ફાળવવામાં આવેલી ગ્રાંટ કે સહાયની રકમમાંથી વિકાસકામોને ટેકનીકલ કે અન્ય કારણોસર રકમનો ઉપયોગ થતો ન હતો. આવી પાંચ કરોડ રૂપિયાની રકમ આડેના વિધ્નો દુર કરી તેનો શહેરના વિકાસ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે. નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ સભામાં થયેલી કામગીરી અને વિપક્ષના આક્ષેપો વિશે માહિતી આપી હતી.

Tags:    

Similar News