અંકલેશ્વર: શંકાસ્પદ કોપર વાયરના રૂ.60 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ કોપર વાયર મળી રૂપિયા ૬૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

Update: 2023-06-01 10:32 GMT

અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ કોપર વાયર મળી રૂપિયા ૬૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ત્રણ ઈસમો ચાર કોથળા સાથે ઉભેલ હતા જેઓ ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેઓ પાસે જઈ જોતા તેમના પાસે રહેલ કોથળામાં કોપર વાયર મળી આવ્યા હતા પોલીસે કોપર વાયર અંગે ત્રણેય ઈસમોની પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ જીતાલી ગામ પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ પાસે રહેતો પપ્પુસિંગ સવંતસિંગ રાવત,કાનાસિંગ ડુંગરસિંગ રાવત અને રાજુલાલ ધીસુજીલાલ ભીલને ઝડપી પાડી ૭૬.૬૦૦ કિલો કોપર ૫૫ હજાર અને ફોન મળી કુલ ૬૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News