અંકલેશ્વર : અ’સામાજિક-ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા GIDC વિસ્તારમાં પોલીસે ગોડાઉન કોમ્બિન્ગ ડ્રાઈવ હાથ ધરી...

ઔદ્યોગિક વસાહતમાં તાજેતરમાં જ ગોડાઉનો ભાડે રાખી દારૂનો વેપલો, કેમિકલ સહિતના ગોરખધંધા આચરાતાં હોવાનું સામે આવ્યું હતું.

Update: 2023-03-24 12:17 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તાજેતરમાં જ ગોડાઉનો ભાડે રાખી દારૂનો વેપલો, કેમિકલ સહિતના ગોરખધંધા આચરાતાં હોવાનું સામે આવ્યું હતું. બુટલેગરો, બે નંબરીયાઓએ ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉનો ભાડે રાખી તેનો ઉપયોગ અસામાજિક અને ગેરકાયદે પ્રવૃતિઓ કરવા શરૂ કરી દીધો હતો. દરેક ગોડાઉન કે, શેડ ઉપર નજર રાખવી શક્ય ન હોય આવી ગેરકાયદે, અસામાજિક કે, બે નંબરી ચાલતી ગતિવિધિઓ અટકાવવા અને તેને ઝડપી પાડવા માસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચના હેઠળ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB PI ઉત્સવ બારોટ, SOG PI આનંદ ચૌધરી, GIDC PI એ.કે.જાડેજા સહિત સિટી, ગ્રામ્યના 4 અધિકારીઓની રાહબરીમાં ગોડાઉન સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં 8 PSI તેમજ 80થી વધુ પોલીસ જવાનોના કાફલાએ અંકલેશ્વર GIDCમાં એક બાદ એક ગોડાઉનમાં તપાસ કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જોકે, સાંજ સુધી ચાલનાર જિલ્લા પોલીસની ટીમોના ગોડાઉન કોમ્બિન્ગ ડ્રાઈવમાં મોટા પાયે અપરાધિક, ગેરકાયદે પ્રવૃતિઓ અને બીજી અનિયમિતતાઓ સામે આવે તેવી હાલ શકયતા સેવાઈ રહી છે. જોકે, કોમ્બિગ પૂર્ણ થયા બાદ જ અંકલેશ્વરના ગોડાઉનોમાં ચાલતા ગોરખધંધાનો પાકો ચિઠ્ઠો બહાર આવી શકશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Tags:    

Similar News