અંકલેશ્વર: શ્રીમતિ જયાબહેન મોદી હોસ્પિટલનેસજ્જન ઈન્ડિયા કંપની દ્વારારૂ.૨ કરોડનું અનુદાન કરાયુ

કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે સજ્જન ઈન્ડિયા લી.ના સી.એસ.આર.ના ભાગરૂપે રૂ. ૨ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું

Update: 2023-03-28 08:28 GMT

અંકલેશ્વરની સજ્જન ઈન્ડિયા કંપની દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રૂ.૨ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે અંકલેશ્વર સ્થિત સજ્જન ઈન્ડિયા લી.ના સી.એસ.આરના ભાગરૂપે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રૂ. ૨ કરોડ નું અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ૧૯૮૩ થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પડતી આવી છે.

વિભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ તેમજ કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે સજ્જન ઈન્ડિયા લી.ના સી.એસ.આર.ના ભાગરૂપે રૂ. ૨ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. સજ્જન ઈન્ડિયા લી. તરફથી કંપનીના સી.ઈ.ઓ અનંથનારાયણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નિતિન શાહ – સાઈટ હેડ,પ્રવીણ જોશી – સાઈટ એચ.આર. હેડ, અરુણ મેહતા ઉપસ્થિત રહ્યા હતા. એ.આઈ.ડી.એસ. ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ટ્રસ્ટના જનરલ મેનેજર ડો.નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.આત્મિ ડેલીવાલા તરફથી સજ્જન ઈન્ડિયા લી.નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

Tags:    

Similar News