અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, રૂ.5.55 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજપીપળા ચોકડી નજીકથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

Update: 2023-08-25 11:11 GMT

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એક્સ.9301નો ચાલક અંકલેશ્વર શહેરથી મીરાનગર તરફ ભંગારનો શંકાસ્પદ જથ્થો લઈને પસાર થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે મીરા નગરના જોગિંદર પ્રસાદના ગોડાઉન ખાતે રહેતા ટેમ્પો ચાલક સન્ની મુન્ના ગૌડને ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં આ જથ્થો અંકલેશ્વર શહેરના પારસ મારવાડીના ત્યાંથી ભંગાર લઈ મીરા નગર સ્થિત તેના શેઠના ગોડાઉન ઉપર જતો હોવાનું જણાવ્યુ હતું પોલીસે 1690 કિલો ભંગાર અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News