અંકલેશ્વર : AIA ઓડિટોયમમાં વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023 યોજાયો, સાસંદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત AIA ઓડિટોયમ ખાતે વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-02-20 12:13 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત AIA ઓડિટોયમ ખાતે વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે, અને ધામધૂમથી પોતાનાં તહેવારની પણ ઊજવણી કરે છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ AIA ઓડિટોયમમાં વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના સાસંદ મનસુખ વસાવા સહિત ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાપતિનો પ્રભાવ માત્ર મૈથિલી અને સંસ્કૃત સાહિત્ય પૂરતો સીમિત ન હતો, પરંતુ અન્ય પૂર્વ ભારતીય સાહિત્યિક પરંપરાઓ સુધી પણ વિસ્તર્યો હતો. વિદ્યાપતિના સમયની ભાષા, પ્રાકૃત-ઉત્પત્તિના અંતમાં અબહત્થ, માત્ર મૈથિલી જેવી પૂર્વીય ભાષાના પ્રારંભિક સંસ્કરણોમાં સંક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. આમ, આ ભાષાઓ બનાવવા પર વિદ્યાપતિના પ્રભાવને "ઇટાલીમાં દાન્તે અને ઇંગ્લેન્ડના ચોસરના સમાન" તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેમને "બંગાળી સાહિત્યના પિતા" કહેવામાં આવે છે, ત્યારે તેમની પ્રેરણા મેળવી અનેક જગ્યાઓ પર વિવિઘ કાર્યક્રમો કરવામાં આવતાં હોય છે. AIA ઓડિટોયમમાં આયોજિત વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023માં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News