અંકલેશ્વર: પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું કરાયુ આયોજન

ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Update: 2024-04-30 08:14 GMT

અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે. જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય એ માટેનું આયીજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું

Tags:    

Similar News