અંકલેશ્વર : બાકરોલ ગામે વીજ થાંભલા પર બેસેલા મોરનું મારણ કરવા જતાં વીજ કરંટ લાગવાથી દીપડા અને મોરનું મોત

વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દીપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને ભેટ્યા હતા.

Update: 2022-04-27 12:40 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા મોરનું મારણ કરવા જતાં વીજ કરંટ લાગવાથી દીપડા અને મોરનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે વીજ થાંભલે મોર બેઠો હતો. જેને પોતાનો ખોરાક બનાવવા ક્યાંકથી ત્રાટકેલા દીપડાએ પ્રયાસો હાથ ધર્યા હતા. વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દીપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને ભેટ્યા હતા. વીજ કરંટ લાગવાથી મોતને ભેટેલા દીપડા અને મોર શિડયુલ-1ના પ્રાણી અને પક્ષી હોવાથી વન વિભાગે બન્નેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરી હતી.

Full View


Tags:    

Similar News