ભરૂચ: 32 વર્ષીય યુવાનને હોસ્પિટલમાં જ ફરજ દરમ્યાન હાર્ટએટેક આવતા મોત

ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Update: 2024-03-05 04:43 GMT

ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહીત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગુજરાતમાં હવે હાર્ટએટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે. જેમાં પહેલા વૃધ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ હોય તેમ યુવાનો અને કિશોરોને પણ હાર્ટએટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોય છે.પરંતુ જે યુવાનને હાર્ટએટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે 32 વર્ષીય શહેઝાદ ઈકબાલ રાયલી ઓપરેશન થીયેટર ફરજ બજાવતો હતો.4 માર્ચના રોજ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર હતો તે સમયે અચાનક તેને ગભરામણ થતાં તેને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઇસીયું વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જ શહેઝાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે અચાનક તેના મોતથી પરિવાર, હોસ્પિટલ સ્ટાફ સહીત નબીપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,શહેઝાદના પાંચ વર્ષના લગ્નગાળામાં તેને એક બે વર્ષીય પુત્ર પણ છે.જ્યારે શહેઝાદ તેના પિતાનો એક એક પુત્ર હતો.

Tags:    

Similar News