ભરૂચ : દેશ પ્રદૂષણથી મુક્ત રહે તે માટે 9 વર્ષની બાળકીએ સ્વાતંત્ર્ય પર્વે લીધી અનોખી પ્રતિજ્ઞા...

ત્યારે ભરૂચના લીમડીચોક સ્થિત પ્રાથમિક શાળા ખાતે નાની વયે સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વિદ્યાર્થીની દુર્વા મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Update: 2023-08-15 11:05 GMT

આઝાદીના 77 સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના લીમડીચોક સ્થિત પ્રાથમિક શાળા ખાતે નાની વયે સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વિદ્યાર્થીની દુર્વા મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

ખૂબ નાની વયથી સેવાકીય ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર દુર્વા મોદીએ ભરૂચની લીમડીચોક પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમનો હિસ્સો બની હતી. દુર્વાએ આ અવસરે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. દુર્વા મોદીએ કહ્યું હતું કે, આજથી આગામી સ્વાતંત્ર્ય પર્વ સુધી તે સરેરાશ દરરોજ એક છોડ મુજબ વર્ષમાં 365 છોડ વાવશે અને તેનું જતન કરશે. વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર, દેશ દુષણો સાથે પ્રદૂષણથી પણ મુક્ત રહે તે જરૂરી છે, માટે તેણે ઝુંબેશ ઉપાડી આ કાર્યમાં જોડાવા અન્ય વિદ્યાર્થીઓને પણ અપીલ કરી હતી.

Tags:    

Similar News