ભરૂચ: વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ દ્વારા રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન

વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ WBVF હેડ ઓફીસ ભરૂચ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-09-27 11:50 GMT

વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ WBVF હેડ ઓફીસ ભરૂચ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પયગંબર હજરત મુહંમદ સ.અ.વ.ના જન્મદિન નિમિત્તે માનવ કલ્યાણના આપના સંદેશને અનુસરતા સમાજના જરૂરતમંદ લોકો માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમવાર કહી શકાય એવા મહિલાઓ દ્વારા મહિલાઓ માટે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. બ્લડ ફોર બ્લેસિંગ વિષય – વસ્તુ હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ૧૭૫ થી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત નવયુવાનોએ પણ આ શિબિરમાં ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માનવ-કલ્યાણ કાર્યમાં પોતાનો હિસ્સો આપ્યો હતો.વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના યુનસ પટેલ સહીતના હોદ્દેદારોના માર્ગદર્શન તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સહયોગથી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનની મહિલા પાંખે આ કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજીત કરી સમગ્ર વિશ્વને પયગંબર હજરત મુહંમદ સ.અ.વ.એ શીખવેલ ભાઇચારો, કરૂણા, દયા, સ્ત્રી સન્માન, પ્રેમ, એકતા, દાન, ન્યાય અને માનવતાની સેવાના ઉપદેશોનો ઉત્તમ સંદેશ પહોંચાડયો હતો.

Tags:    

Similar News