ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોની તપાસ અર્થે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું...

આજરોજ ગામના એક દાનવીર તરફથી પોતાના સ્વજનોના સ્મરણાર્થે ઝઘડીયા સેવારૂરલ હોસ્પિટલના સહયોગથી આંખોની તપાસ અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું.

Update: 2022-05-15 10:41 GMT

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજરોજ ગામના એક દાનવીર તરફથી પોતાના સ્વજનોના સ્મરણાર્થે ઝઘડીયા સેવારૂરલ હોસ્પિટલના સહયોગથી આંખોની તપાસ અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પ દરમ્યાન આંખોને લગતી બીમારીઓ જેવી કે, મોતિયો, ઝામર, આંખ લાલ થવી, આંખોમાં દુખાવો થવો, આંખો સુજી જવી તથા આંખોના નંબર કાઢી આપવા જેવી તકલીફોની તપાસ કરી આપવામાં આવી હતી. સાથે જ જરૂર જણાય તેવા દર્દીઓને જો ઓપરેશનની જરૂર હોય તો તેમને નબીપુરથી ઝઘડીયા નિઃશુલ્ક પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ઓપરેશનવાળા દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણિ મૂકી આપવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને નંબરના ચશ્માં વિનામૂલ્યે ઉપલબ્ધ કરાયા હતા. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નબીપુર અને આસપાસના ગ્રામજનોએ લીધો હતો. આ કેમ્પનું સંચાલન નબીપુર હોસ્પિટલના ઓફીસ ઇન્ચાર્જ અલી કડુજી અને પ્રમુખ હાફેઝી મહમદ ડેમએ કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા બદલ નબીપુરના દાનવીર અને હોસ્પિટલના ટ્રસ્ટીઓએ સહુનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News