ભરૂચ: ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરનું વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું

ભરૂચના ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો

Update: 2023-08-22 10:51 GMT

ભરૂચના ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો

ભરૂચના ઝઘડિયા તાલુકાના ખાલક ગામની શાળાના બાજુના ખેતરમાંથી 8 ફુટ જેટલા લાંબા એક અજગરને રેસ્કયું કરવા આવ્યો છે.ઝઘડિયા તાલુકાના ખાલક ગામના ખેતરમાં આજરોજ એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા ઉમલ્લા વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ વન વિભાગની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. બાદમાં આ પકડાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું.

Tags:    

Similar News