ભરૂચ : હાંસોટના કંટીયાજાળ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા મચી દોડધામ, એક મહિલા ઈજાગ્રસ્ત...

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ રોડ પર વળાંક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.

Update: 2023-06-11 07:51 GMT

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ રોડ પર વળાંક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, હાંસોટ પોલીસ મથક સામે આવેલ કંટીયાજાળ વળાંક પર સવારના સુમારે 3 વાહનો એકસાથે ભટકાતા ટ્રીપલ અકસ્માતની ઘટના સર્જાય હતી. અકસ્માતના પગલે માર્ગ પર અફરાતફરી સર્જાય હતી. અકસ્માતમાં એક મહિલાને ઈજાઓ પહોંચતા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતના પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામનું પણ નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાં જ હાંસોટ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News