ભરૂચ : ભરૂચ ફોટોગ્રાફર-વિડિયોગ્રાફર એસોસિએશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે યોજાયો વર્કશોપ...

ભરૂચ ફોટોગ્રાફર-વિડિયોગ્રાફર એસોસીએશન દ્વારા GIDC સ્થિત ICAI ભવન ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Update: 2023-08-19 10:21 GMT

આજે તા. 19મી ઓગષ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, ત્યારે ભરૂચ GIDC સ્થિત ICAI ભવન ખાતે ભરૂચ ફોટોગ્રાફર-વિડિયોગ્રાફર એસોસીએશન દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આજે તા. 19મી ઓગષ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ ફોટોગ્રાફર-વિડિયોગ્રાફર એસોસીએશન દ્વારા GIDC સ્થિત ICAI ભવન ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇ.સ. 1837માં લુઈસ ડેગ્યુરે અને જોસેફ નાઇસફોર નિપ્સ દ્વારા ફોટોગ્રાફિક પ્રક્રિયાના પ્રારંભિક સ્વરૂપોમાંનું એક ડેગ્યુરેઓ ટાઇપની શોધને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દર વર્ષે 19મી ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. જેમાં ક્યુ મીડિયાના જાણીતા મેન્ટર મિલન કાનાણી અને નીતિન ખુમાણ દ્વારા વિડિયો અને ફોટોમાં થતા એડિટીંગ માટેની વિગતે હાજર રહેલા જિલ્લાના વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફરને માહિતી આપી હતી.

Delete Edit

ભરૂચ જિલ્લામાં 9 વરસથી કાર્યરત કમિટી જે એક બીજા સાથે સંપર્કમાં રહે તે હેતુથી દર વર્ષે ફોટોગ્રાફરો માટે વર્કશોપ, ક્રિકેટ મેચનું આયોજન કરે છે, ત્યારે આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તજજ્ઞ મિલન કાનાણી, નીતિન ખુમાણ, સિદ્ધરાજસિંહ જાડેજા, કનુ ઠક્કર, નીતિન ખુમાણ, દીક્ષિત પટેલ સહિત શહેર તથા જિલ્લાના વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News