ભરૂચ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં AAP દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર અપાયું...

જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી હત્યા કરનારને સખત સજા તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

Update: 2023-12-12 10:19 GMT

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી હત્યા કરનારને સખત સજા તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરનારને સખત સજા તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવાયું છે કે, રાજસ્થાનમાં જયપુર મુકામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી છે. સ્વ, સુખદેવસિંહ ગોગામેડીએ જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગેલ હતું, આમ છતાં અધિકારીઓ દ્વારા તેઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે જેઓ સમગ્ર ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવાવાળા કરણી સેનાના નેતાની નિર્દયી માણસો દ્વારા જે રીતે હત્યા કરી છે. તેમની ઉપર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્દીમાં જલ્દી તેમને સખ્ત સજા કરવામાં આવે તેમજ જેમણે પણ તેઓને પોલીસ પ્રોટેક્શન નથી આપ્યું તેવા અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે. આવેદન પત્ર પાઠવવામાં આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News