ભરૂચ : મહિલાના અશ્લીલ ફોટો-વીડિયો એડિટિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપનાર વડોદરાના ઈસમની ધરપકડ

હાલ ડીઝીટલ યુગમાં દેશ આગળ વધી રહ્યો છે, સોશિયલ મીડિયાના જમાનામાં યુવા વર્ગ મશગુલ બન્યો છે,

Update: 2023-08-19 09:31 GMT

ભરૂચની મહિલાના અશ્લીલ ફોટો તેમજ વીડિયો એડિટિંગ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપનાર વડોદરાના ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ ડીઝીટલ યુગમાં દેશ આગળ વધી રહ્યો છે, સોશિયલ મીડિયાના જમાનામાં યુવા વર્ગ મશગુલ બન્યો છે, ત્યારે કેટલાય લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી રહ્યા છે, તો કેટલાય ભેજાબાજ તત્વો તેનો દુરુપયોગ કરી સાયબર ક્રાઇમને લગતી ગુનાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેવામાં ભરૂચની એક યુવતીના ફોટો એડિટિંગ કરી તેને બદનામ કરવાની કોશિશ કરનાર ઈસમને સાયબર ક્રાઇમ વિભાગે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચની એક મહિલાનું અજાણ્યા ઈસમે વોટ્સએપ ઉપર ડમી એકાઉન્ટ બનાવી ફરિયાદી મહિલાના અન્ય ઈસમ સાથેના સબંધો હોવા બાબતના ખોટા મેસેજ વોટ્સએપ ઉપર વાઇરલ કરી તેમજ ડમી વોટ્સઅપ એકાઉન્ટમાં મહિલાના ડ્રાઇવરના ફોટાનો દુરુપયોગ કરી ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવી તેના દ્વારા ફરિયાદી મહિલાના પતિને મેસેજ મોકલી તેમજ ખોટા મેસેજ કરી બદનામ કરવા સાથે ફોટો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપનાર વડોદરાના ઈસમની ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News