ભરૂચ : આછોદ ચોકડી નજીક માર્ગ પર રીફલેક્ટર લાઈટના અભાવે ટ્રક ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત...

Update: 2022-08-09 13:59 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં હાઇવે ઓથોરિટીની બેદરકારીથી અનેક વાહનચાલકોની મુશ્કેલી યથાવત રહેવા પામી છે. આછોદ ચોકડી નજીક કડોદરાથી કોલસો ભરીને પાદરા જતી એક ટ્રક ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, કલાકોની જહેમત બાદ ક્રેઇનની મદદથી ટ્રકને નીચે ઉતારવામાં આવી હતી.

ભરૂચના આમોદ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર રીફલેક્ટર લાઈટના અભાવે કડોદરાથી કોલસો ભરીને પાદરા જતી એક ટ્રક ડિવાઇડર ઉપર ચઢી જતાં ટ્રક ચાલકને હજારો રૂપિયાનું નુકશાન થયું હતું. જેથી ટ્રક ચાલકે હાઇવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. ટ્રક ચાલકે ખાડો બચાવવા જતાં રાત્રીના અંધકારમાં રીફલેક્ટર લાઈટના અભાવે ડિવાઇડર નજરે નહીં પડતાં ટ્રક ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, કલાકોની ભારે જહેમત બાદ ટ્રકને ક્રેઇનની મદદથી નીચે ઉતારવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ ભરૂચની ગંભીર પ્રકારની બેદરકારીના કારણે છાસવારે અકસ્માતો સર્જાયા કરે છે. પરંતુ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી નહીં હાલતા લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.

Tags:    

Similar News