ભરૂચ : નિવૃત કામદારોનું પેન્સન વધારવા ભારતીય મજદૂર સંઘ દ્વારા પી.એફ.કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

EPS95 પેન્શનરોને પ્રધાન મંત્રી આયુષ્માન ભારત મેડિકલ સ્કીમ હેઠળ લાવવામાં સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી

Update: 2022-01-20 13:05 GMT

ભારતીય મજદૂર સંઘ દ્વારા નિવૃત કામદારો નું પેન્શન રૂપિયા 5000 કરવા તેમજ આયુષ્યમાન કાર્ડનો લાભ આપવા સહિત ની માંગણીઓ સાથે ભરૂચ પી.એફ. કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઇપીએસ 95 પેન્શનરોને લગતા અને લાંબા સમયથી પડતર અને સળગતા પ્રશ્નોના નિરાકરણ માટે લડત ચલાવી રહેલ ભારતીય મજદૂર સંઘ દ્વારા વર્તમાન લઘુત્તમ પેન્શન વર્તમાન રૂ.1000 થી વધારીને રૂ. 5000 કરવાની માંગણી સાથે પી.એફ.કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ન્યૂનતમ પેન્શન ફિક્સેશન તરીકે EPS95 માં કોઈપણ વધારો તમામ લગભગ 65 લાખ પેન્શનરોને સમાનરૂપે લાગુ કરવામાં આવે કારણ કે 2014 માં વૃદ્ધિનો લાભ માત્ર 14 લાખ પેન્શનરોને મળ્યો હતો. EPS95 પેન્શનરોને પ્રધાન મંત્રી આયુષ્માન ભારત મેડિકલ સ્કીમ હેઠળ લાવવામાં સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિષદના ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ સહિત અન્ય હોદ્દેદારો અને પેન્સનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News