ભરૂચ : બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પોતાના પડતર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર...

બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજદિન સુધી તેનો અમલ નહીં થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે

Update: 2022-03-31 12:02 GMT

ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્વોરી ઉદ્યોગોના છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નો હલ ન થતાં હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજદિન સુધી તેનો અમલ નહીં થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે, ત્યારે વિવિધ માંગણીઓ હલ ન થતાં ગુજરાત ક્વોરી એસોસિએશનના હોદ્દેદારોએ અગાઉ તંત્રમાં 2 વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા 30 દિવસમાં તેઓની પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Tags:    

Similar News