ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો…

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Update: 2024-05-09 11:57 GMT

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે, ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. જેમાં વધુ એક સુવિધાનો શુભારંભ કરાયો છે. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું. જેનું ધ્યાન રાખીને ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસના અત્યાધુનિક સીટી સ્કેન મશીનનોનો શુભારંભ કરાયો હતો. ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડો. મિતેષ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડો. ગોપીકા મેખિયા અને ડો. પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Tags:    

Similar News