ભરૂચ:ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ઝૂલૂસ નિકળ્યા

ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા

Update: 2022-10-09 06:45 GMT

ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

Full View

ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલૂસ કાઢી ઇદેમિલાદના પર્વની ઉજવણી કરી હતી.

Tags:    

Similar News