ભરૂચ : જંબુસરમાં શિક્ષણના ખાનગીકરણ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

કોંગ્રેસનું શિક્ષણના ખાનગીકરણ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન,જંબુસરમાં ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં વિરોધ

Update: 2021-08-01 11:52 GMT

ભરૂચના જંબુસરમાં કોંગ્રેસ દ્વારા સરકાર વિરુધ્દ્ધ સૂત્રોચ્ચાર કરીને શિક્ષણના ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ભરૂચના જંબુસરમાં એસ ટી. ડેપો સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા સરકાર વિરુધ્દ્ધ સૂત્રોચ્ચાર કરીને શિક્ષણના ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી ભાજપા કરી રહી છે તો કોંગ્રેસે પણ રાજયમાં ઠેર ઠેર વિરોધમાં કાર્યક્રમો આપ્યાં છે. આજરોજ કોંગ્રેસે શિક્ષણના વ્યાપારી અને ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં જંબુસર એસ.ટી. ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણા, જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, કોંગ્રેસ શેહર પ્રમુખ જાવિદ તલાટી, નાગર પાલિકા વિરોધ પક્ષના નેતા સાકીર મલેક સહિતના કોંગ્રેસનાં કરાયકરો જોડાયા હતા. જોકે, વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Tags:    

Similar News