ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતા પિતા-પુત્રની કરી ધરપકડ, 21 ગુનાનો ભેદ ઉકેલાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે

Update: 2023-02-26 11:07 GMT

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે

Full View

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઇકો કારના સાયલન્સરની ચોરીના બનાવો વધ્યા હતા. જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં આ અંગેના અનેક ગુના નોંધાયા હતા ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે ગુનાનો ભેદ ઉકેલવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કામે લગાડી હતી ત્યારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ તાલુકાનાં લુવારા ગામેથી પિતા પુત્રની આ ગુનામાં ધરપકડ કરી હતી. પિતા હનીફ સિંધિ અને તેનો પુત્ર મુસીર સિંધી પોલીસના હાથે ઝડપાય ગયા હતા. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓ તેમના સંબંધી મુન્ના ભાઈ સાથે બનાવટી નંબર પ્લેટ સાથેની કારમાં સાયલન્સરની ચોરી કરવા નીકળતા હતા અને સાયલન્સરમાંથી પેલેડીયમ ધાતુ કાઢી લઈ અન્ય ઇકો કારમાં લગાવી એ કારના સાયલન્સરની પણ ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરતા સાયલન્સર ચોરીના 21 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને તેમની પાસેથી રૂપિયા 2.39 લાખનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સાયલન્સરમાં પેલેડિયમ ધાતુ સૌથી મોંઘી હોય છે જેની તસ્કરો ચોરી કરી બજારમાં વેચી દઈ રૂપિયા મેળવે છે ત્યારે આ પ્રકારની ચોરીના બનાવો હાલ વધી રહ્યા છે 

Tags:    

Similar News