ભરૂચ: પાલેજ નજીક નેશનલ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

Update: 2023-06-12 11:44 GMT

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા પાલેજ નજીકથી ભરૂચ એલ.સી.બી પોલીસે સફળ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.ભરૂચ: પાલેજ નજીક નેશનલ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે પાલેજ હાઇવે સીટી પોઇન્ટ હોટલ સામે ગત સાંજે વાહન ચેકીંગ ડાઈવ દરમ્યાન પણજી (ગોવા) ખાતેથી ટ્રકમાં બીલ્ટી મુજબનો માલ નહિ ભરી વિદેશી દારૂ વહન કરી વડોદરા ગોલ્ડન ચોકડી બાદ કોઈ અજાણ્યા ઈસમને આપવા જતાં બે ઈસમો મોહસીન પઠાણ,રવી ડામર ઝડપાઇ ગયા હતાં. ટ્રકમાં તપાસ કરતાં ટ્રક સહિત કુલ ૮૧,૭૩,૩૪૦ નો મુદ્દામાલ સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસે રૂપિયા ૬૯.૬૯ લાખનો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા ૮૧.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News