ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-જી.જે.24.એક્સ.4087માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો સુરત તરફથી ભરુચ બાજુ જઈ રહ્યા છે.

Update: 2024-02-19 08:45 GMT

ભરુચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલનાકા પાસે મહારાષ્ટ્રના માલેગાંવથી વિદેશી દારૂનો જથ્થો ભરી જુનાગઢ ખાતે લઈ જતાં ટ્રક ચાલક સહિત બે ઇસમોને 11.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-જી.જે.24.એક્સ.4087માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો સુરત તરફથી ભરુચ બાજુ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 552 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 1.82 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 11.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુનાગઢના જોરાવર બાગની સામે આવેલ દ્વારકાપૂરી સોસાયટીમાં રહેતો ટ્રક ચાલક વિનય અર્વિયંદ સોભાસણા તેમજ ક્લીનર કિશોર ઉર્ફે કિશન વિનોદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News