ભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ વન મહોત્સવકાર્યક્રમ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ છે.

Update: 2022-08-12 11:19 GMT

વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ છે.ન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ કાર્યપાલક ઈજનેરીની કચેરી ખાતે યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લામાં પર્યાવરણની જાળવણી કરનાર વિવિધ સંસ્થાઓના સભ્યો અને વિવિધ ગામના સરપંચોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે જીલ્લા કલેકટર તુષાર સુમેરા,નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ,નીરજકુમાર,નિવાસી નાયબ કલેકટર જે.ડી.પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,પાલિકા પ્રમુખ અમિત ચાવડા,જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ અને જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહીતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News